નેણાં લોભાણાં મારાં નેણાં લોભાણાં, જોઇ છેલા ઘનશ્યામને રે.૪/૪

 નેણાં લોભાણાં મારાં નેણાં લોભાણાં, જોઈ છેલા ઘનશ્યામને રે...ટેક.
	શી રે વખાણું શોભા અંગોઅંગની, લજ્જા પમાડયા કોટી કામને રે-૧
હેતે હસીને વાલે મોહની રે નાંખી, કીધું ઘેલું ગોકુળ ગામને રે-૨
	ગોકુળવાસી ઘેલા રે થઈને, ફરે કેડે તજી ધામને રે-૩
પ્રેમાનંદ કહે પ્રેમમગન થઈ, વારીવારી જાઉં એના નામને રે-૪ 
 

મૂળ પદ

શ્યામ ઝીલાવા ઘનશ્યામ ઝીલાવા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0