મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે મુને હેત કરીને બોલાવશેજીરે ૧/૮


મારે આજ પ્રીતમ ઘેર આવશે;
	મને હેતે કરીને બોલાવશે જીરે		...મારે૦ ટેક.
એના સાથીડાને સાથે લાવશે;
	કરી લટકાં તાળી દઈ ગાવશે જીરે	...મારે૦ ૧
હરિ હેતે કરીને સામું ભાળશે;
	રંગડાની તે રેલું વાળશે જીરે		...મારે૦ ૨
કરી ખ્યાલ અલૌકિક ખેલશે;
	માથે ફૂલડાંનાં છોગલાં મેલશે જીરે	...મારે૦ ૩
બ્રહ્માનંદનો સ્વામી શ્યામળો,
	સુખ દેશે આવીને ઉતાવળો જીરે	...મારે૦ ૪
 

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૩

હારે મારે આજ પ્રીતમ ઘરે આવશે(૧૧-૪૦) 

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- શ્રીજી મહારાજની આજ્ઞાથી સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી વડતાલનું મંદિર કરવા વડતાલ પધાર્યા. સૌ પ્રથમ તો એણે ચરોતર દેશના ગામડે ગામડે ફરી સત્સંગની વૃદ્ધિ કરી અને બધા સત્સંગીઓના જીવમાં શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. તેમ જ વડતાલમાં થનાર મંદિરની સેવામાં તન, મન અને ધનથી સહભાગી બનવાનું અદ્ભુત પ્રેરણાબળ પ્રેર્યું. પછી સૌ હરિભક્તોનો ઉત્સાહ અને આનંદ જોઈ બ્રહ્મમુનિએ નવશિખરવાળા મંદિરનો પાયો નાખ્યો. એ વાત શ્રીહરિ પાસે આવી. એટલે શ્રીહરિએ બ્રહ્મમુનિ ઉપર પત્ર લખ્યો. તે પત્રમાં એક સાખી લખી. “અપની પહોંચ બિચાર કે, કરીએ તૈસી દોડ, તૈસા પાવ પસારિયે, જિતની લંબી સોડ.’ એ પત્ર લઈ સદ્ગુરુ નિત્યાનંદસ્વામીને વડતાલ મોકલ્યા. પત્રમાં લખેલ ધાર્મિક ટકોરને બ્રહ્મમુનિ સમજી ગયા કે આ નવશિખરના પાયામાં નવ લાખ ઈંટો સમાઈ ગઈ, તો પછી ચણતરમાં કેટલી ઈંટો જોશે ? એ ચિંતા અંતર્યામી પ્રભુને થતી હશે. પરંતુ પોતાને સ્વેષ્ટદેવના સામર્થ્યમાં ઊંડો ભરોસો છે. એટલે પ્રત્યુત્તરમાં શીઘ્ર કવિએ એક સાખી લખી. “સાહેબ સરીખા શેઠિયા, બસે નગરકે માંહી, તાકે ધનકી ક્યોં કમી, જાકી હૂંડી ચલે નવખંડમાંહી.” એ જ સાખીમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ સિદ્ધ કરી આપનાર શીઘ્ર કવિના સંકલ્પને સાકાર કરવા જીવુબાએ કહ્યું કે, ‘મહારાજ ! બ્રહ્માનંદસ્વામીને જેવડું મંદિર કરવું હોય તેવડું કરવા દો.’ આ સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા કે ‘મહાલક્ષ્મીના આશીર્વાદ ભળે પછી તેમાં શી કમી રહે?’ માટે બ્રહ્મમુનિના સર્વ સંકલ્પો પૂર્ણ થશે.’ આમ, આશીર્વાદ આપી શ્રીહરિએ સર્વ સંતો ભક્તોને કહ્યું કે ચાલો આપણે સૌએ વડતાલ બ્રહ્મમુનિને દર્શન આપવા અને તેના કાર્યમાં સહભાગી થવા જવું છે. વાયુવેગે આ વાત વડતાલ પહોંચી. અને બ્રહ્મમુનિના આનંદનો કોઈ પાર ન રહ્યો. હરિવરને હેરવા હૈયું હળવું થયું, મન મહારાજને મળવા, માણવા અને પામવા પુલકિત બન્યું. ભક્તના ભરોસે ભગવાનને ભીના કરી દીધા, એટલું જ નહીં પરંતુ પોતા કને ખેંચી પણ લીધા. મંદિરનાં કામમાં ત્વરિતતા આવી. અને બ્રહ્મમુનિના હૈયામાં ભાવની ભરતી ચડી. અને પ્રેમઘેલા હૈયામાંથી ઘનશ્યામનાં વધામણાંની વધાઈ ઝડીઓ વરસી પડી. જોતજોતામાં એ શબ્દ ઝડીઓ આઠ પદના ચોગઠામાં ગોઠવાઈ ગઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો. પ્રસ્તુત પદ છે વડતાલનું મંદિર જોવા પધારી રહેલા પ્રીતમજીની રાહ જોઈ રહેલા બ્રહ્મમુનિની બ્રહ્મમસ્તીનું.

વિવેચન

ભાવાર્થઃ- બ્રહ્માનંદસ્વામી આનંદિત વયણે સાથેના સંતો-ભક્તોને વાત કરે છે કે આજ મારે ઘેર મારો પ્રિયતમ પધારશે અને મુને અતિ હેતથી બોલાવશે. વળી, એના સાથીડાને પણ સાથે લાવશે, એટલું જ નહીં પણ અહીં આવી લટકાં કરી, તાળી દઈ મારી સાથે ગાવશે પણ ખરા. એ હરિવરનું અને મારું મિલન ઘણાં લાંબા સમયે થતું હોવાથી હરિ હેત કરીને ઘણીવાર સુધી સામું જોઈ રહેશે. અને રંગડાની તે રેલું વાળશે. અને અલૌલિક ખ્યાલ ખેલશે. એને માથે ફૂલડાનાં છોગલાં મેલશે. સ્વામી કહે છે કે એ લાડીલો લાલ અધીરો બની મને પોતાનું સર્વસ્વ સુખ આપશે. II૧ થી ૪II પદ-૩૬

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૩
Studio
Audio
0
0