વહાલી લાગે રે વાતડી, સાંભળી શ્રવણે થઇ ગુલતાન૪/૪

પદ ૨૦૭૬ મું.૪/૪

વહાલી લાગે રે વાતડી, સાંભળી શ્રવણે થઇ ગુલતાન; વહાલી. ટેક

ઝરતાં વચનામૃત વદને કરી, વચને વચને વરસે ફૂલ;

નિજજન પાન કરે અતિ આદરે, મોર ચકોર ને ચાત્રક તુલ્ય, વહાલી. ૧

મુખને મરકલડે મોહી રહ્યાં, મુનિવર મધુકર પરમ વિજ્ઞાની;

કુંદકળી સમ સુંદર દશનાવલી, અધર પ્રવાલ છબી મનમાની .વહાલી. ૨

વાતું કરે બહુ વિવેકની, કહી કહી નિગમતણું સિદ્ધાંત;

પરમ રહસ્ય જે અતિ પોતાતણું, શરણાંગતને કહે કરી ખાંત. વહાલી. ૩

ધર્મધુરંધર ધર્મકુમારની, કરુણા મુખે કહી નવ જાયે;

રીત અલૌકિક આ અવતારની, પ્રેમાનંદ રસનાયે ગાયે. વહાલી. ૪

મૂળ પદ

ચટ ચટ વાગે રે ચાંખડી . આવે વહાલો લટકાં કરતા લાલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શ્રીજીવલ્લભદાસજી સ્વામી ગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
હરિકૃષ્ણ અવતારી
Studio
Audio
0
0