જોઇ રહી છું પ્રીતમજીની વાટડીજી રે મેં તો ખાંતે ઢળી છે ખાટડીજીરે ૨/૮


જોઈ રહી છું પ્રીતમજીની વાટડી;
	મેં તો ખાંતે ઢાળી છે ખાટડી જીરે	...જોઈ૦ ટેક.
અગર ચંદને લીંપાવું ઓરડા;
	જળ કુંભ ભરાવું કોરડા જીરે		...જોઈ૦ ૧
રૂડાં ભોજન કર્યાં છે રસભર્યાં;
	તાજાં તરત તૈયાર ઢાંકી ધર્યાં જીરે	...જોઈ૦ ૨
મેં તો સજ્જ કરાવી શેરિયો;
	ચોકે ચોકે તે ફૂલડાં વેરિયાં જીરે		...જોઈ૦ ૩
બ્રહ્માનંદના સ્વામીને કોડલે,
	મેં તો તોરણ બંધાવ્યાં ટોડલે જીરે	...જોઈ૦ ૪
 

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
1