ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની ૧/૪

ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની;
			જીવન જોયા લાગ છે રે...ટેક.
તરુણ મનોહર મૂરતિ રે, રેખા ઊઠે નાની નાની...જીવન૦ ૧
મસ્તક મુગટ જડાવનો રે, કુંડળ મકરાકર...જીવન૦ ૨
કેસર તિલક લલાટમાં રે, જોઈ જોઈ વાઘે પ્યાર...જીવન૦ ૩
ઉરમાં અનુપમ ઊતરી રે, કંચન કેરી અનૂપ...જીવન૦ ૪
રતને જડિત બાજુ બાંધિયા રે, સુર નર મુનિને ભૂપ...જીવન૦ ૫
વેઢ વીંટીયું કડાં સાંકળાં રે, શોભે છે કરવર માંય...જીવન૦ ૬
પ્રેમાનંદ છબી ઉપરે રે, તન મન ધન બલજાય...જીવન૦ ૭
 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

ધર્મકુંવર હરિકૃષ્ણની રે(૨૪-૦૦) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
મિશ્ર ગાયકો
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0