મદન મનોહર મૂરતિ રે, રાજહંસ ગતિ ચાલ ૨/૪

મદન મનોહર મૂરતિ રે, રાજહંસ ગતિ ચાલ;
			નિરખી નેણાં ઠરે રે...ટેક. 
જરકસી જામા પહેરિયા રે, સોનેરી સુરવાલ...નિરખી૦ ૧
કનક રેંટો કમરે કસ્યો રે, કરમાં રેશમી રૂમાલ...નિરખી૦ ૨
કનક હિંડોળે હિંચતા રે, શોભે છે ધર્મનો લાલ...નિરખી૦ ૩
પુરુષોત્તમ પરિબ્રહ્મને રે, જોવા મળ્યું સર્વ જક્ત...નિરખી૦ ૪
નારી નરનો પાર નહીં રે, લાખો મુનિ હરિભક્ત...નિરખી૦ ૫
વ્રતપુરીના ચોકમાં રે, જાદવરાય જોવાય...નિરખી૦ ૬
ઘોડલાની ઘુંમરમાં જોઈ રે, પ્રેમાનંદ વારી જાય...નિરખી૦ ૭
 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0