ધન્ય ધન્ય ઘડી છે આજની રે રૂડી ખબર આવી મહારાજનીજી રે ૩/૮


ધન્ય ધન્ય ઘડી છે આજની;
	રૂડી ખબર આવી છે મહારાજની જીરે	...ધન્ય૦ ટેક.
સખી મળી મળી મંગળ ગાય છે;
	અતિ આનંદ ઊભરાયો જાય છે જીરે	...ધન્ય૦ ૧
મોતી થાળ ભરી ટોળે મળી;
	સખી હરિને વધાવા થઈ આકળી જીરે	...ધન્ય૦ ૨
સર્વે ઘરનો તે ધંધો વિસરી;
	હરિને મળવા આતુર થઈ સુંદરી જીરે	...ધન્ય૦ ૩
ઘરમાંથી આવી ઊભી બારણે;
	બ્રહ્માનંદના સ્વામીને કારણે જીરે	...ધન્ય૦ ૪
 

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ હરિ હરિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૨
Studio
Audio
0
0