આવો વાલીડા પ્યારા પીયુડા આવો હૈયે લેવા નિજ સુખ દેવા, ૧/૧

 

આવો વાલીડા પ્યારા પીયુડા, આવો હૈયે લેવા નિજ સુખ દેવા, 
દુનિયામાં મારે એક, તૂંજ ભરથાર છો... ટેક
સુંદર તારી મૂર્તિ મારા, હૈયા કેરો હાર છે, 
તૂંજ એક પ્રાણપિયા, અમારો આધાર છે, 
તારા વિના પ્યારા મને, કોણ તારનાર છે... આવો૦ ૧
સહજાનંદ સ્વામી મારા, સુખના દેનાર છો, 
સર્વે અવતારો એક, તમે ધરનાર છો, 
અનંત બ્રહ્માંડ એક, તૂંજ કરનાર છો ... આવો૦ ૨
મંગલમૂર્તિ હરિ મારે, તૂંજમાંજ પ્યાર છે, 
હરપલ વાલા તૂંતો, રક્ષા કરનાર છે, 
જ્ઞાનજીવન કહે તૂં તો, સુખનો દેનાર છે... આવો૦ ૩

મૂળ પદ

આવો વાલીડા પ્યારા પીયુડા

મળતા રાગ

આવો પધારો આનંદ વધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી