મારે આજ પ્રીતમ ઘેર આવીયાજી રે ભરી મોતીડે થાળ વધાવીયાજી ૪/૮


મારે આજ પ્રીતમ ઘેર આવિયા;
	ભરી થાળ મોતીડે વધાવિયા જીરે	...મારે૦ ટેક.
પહેલાં નીર ઊને તે નવરાવિયા;
	પછી પ્રીતમ માંહીં પધરાવિયા જીરે	...મારે૦ ૧
મેં તો ભોજન જમાડયાં ભાત ભાતનાં;
	વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જીરે	...મારે૦ ૨
પે’લું પરઠયું હતું તે વેણે પળ્યા;
	વાલો હેતે કરીને મુજને મળ્યા જીરે	...મારે૦ ૩
બ્રહ્માનંદ કહે આજની ધન્ય ઘડી;
	મારો વહાલો પધાર્યા સેજડી જીરે	...મારે૦ ૪
 

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- બ્રહ્માનંદસ્વામીને પોતાના પ્રાણ આધાર પધારતાં અત્યાનંદની અનુભૂતિ થાય છે. વ્હાલો પધાર્યા અને મોતીડાંના થાળ ભરી વધાવ્યા. સ્વયં શ્રીહરિ જ્યારે પોતાની સંભાળ લેવા પધારતા હોય ત્યારે ઉમળકો ઓછો હોય ખરો? સ્વામીએ આનંદસહ સૌ પ્રથમ શ્રીહરિને સ્નાન કરાવ્યું અને પછી ભાતભાતનાં ભોજન જમાડ્યાં અને પછી પ્રિતમજીને પ્રેમરૂપી પલંગ પર પોઢાડ્યાં. વ્હાલે દયા કરીને મને એકાંતનું સુખ આપ્યું. અગાઉ જે વચન આપ્યું હતું તે વચન વ્હાલે પૂર્ણ કર્યું. ને હેતે કરીને મુજને મળ્યા એટલે આજની આ મારી ઘડી તો ધન્ય-ધન્ય બની ગઈ છે. II૧થી૫II રહસ્યઃ- પ્રસ્તુત બંને પદોમાં ભાવોલ્લાસથી પ્રિયતમનું આગમન વધાવાયું છે. આવશે, બોલાવશે, ગાવશે, વાળશે, મેલશે, દેશે જેવા ક્રિયાપદો વ્યાકરણની દ્રષ્ટિએ સાદા ભવિષ્યકાળનાં છે. પરંતુ કાવ્યકુસુમની દ્રષ્ટિએ તો ઊજળા, રમણીય એવા ભવિષ્યકાળનાં છે. પ્રગાઢ સ્નેહમાંથી સ્ફૂર્તિ અલૌલિક રસમય ભાવિ સૃષ્ટિનું હૂબહૂ આલેખન કર્યું છે. આનંદાત્મક ઉક્તિઓનો વિનિયોગ અત્યાનંદની અનુભૂતિ કરાવે છે. પદ સુગેય છે. ઢાળ ગરબી છે. તાલ હીંચ છે. લય મધ્ય છે. કાવ્ય સરળ છતા મર્મસ્પર્શી બન્યું છે. વિશિષ્ટ ભાવાનુભૂતિને કારણે વ્હાલાનાં વધામણાંમાં ભાવોર્મિઓને પ્રદર્શિત કરતાં પ્રસ્તુત પદો સુંદર, સ્રરળ અને શ્રેષ્ઠ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


તેરી શરનમેં
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0