ધન્ય ધન્ય જસોદા નંદને ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે ૮/૮

ધન્ય ધન્ય જસોદા નંદને, ઘણે હેતે મળ્યાં ગોવિંદનેજીરે...ધન્ય૦ ૧
જેને નેતિ નેતિ વેદ ગાય છે, તે તો ગાયો ચારવા જાય છેજીરે...ધન્ય૦ ૨
જેનું ધ્યાન જોગી મનમાં ધરે, તે તો પુત્ર થઇને ઘરમાં ફરેજીરે...ધન્ય૦ ૩
જેનાં નામ તણું લેખું નહિ, તેને ગોપી બોલાવે કાનુડો કહીજીરે...ધન્ય૦ ૪
જેને કાજે મુનિ દેહ વને દમેં, તે તો બ્રહ્માનંદ ગોવાળામાં રમેજીરે...ધન્ય૦ ૫

મૂળ પદ

મારે આજ પ્રીતમ ઘેર આવશેજી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી