તમે છો તમે છો પીયુ સાથ મારી તમે ૧/૧

તમે છો તમે છો પીયુ સાથ મારી તમે, તમારો સંગાથ મને અતિ અતિ ગમે,
હરપળ હૈયા મારું હૈયું તને નમે, સરવેમાં સદા પિયું પ્રગટ છો તમે..ટેક
આનંદ તમારો આધાર મારો તૂં મને પ્યારો આત્મા છો મારો,
મને તારનારો સાથ રહેનારો સર્વ કરનારો છો જગન્યારો,
એવા તમે મારા પીયુ, જોઇ દુઃખ સમે...તમે૦ ૧
સુખથી ભરેલા ઓ અળવીલા રસિયા રસિલા કરો છો લીલા,
જોઇ તારી લીલા અસુરો છે ઢીલા, છેલછબીલા ખેલો ખાંતિલા,
લાખો ઋષિમુનિ તને, મળવા દેહ દમે...તમે૦ ૨
મનના રે માવા સદાય ગાવા સાથ નિભાવા ના દવ જાવા,
વાતડી કહેવા આનંદ લેવા સુખ સદા દેવા પડ્યા છે હેવા,
જ્ઞાનજીવન સાથે રહ્યા, એકમેક તમે...તમે૦ ૩

મૂળ પદ

તમે છો તમે છો પીયુ સાથ મારી તમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી