આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે; મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે ૩/૪

આજ ગઈતી કાલિંદ્રિને તીર રે, ભરવાને પાણી રે;
	મેં તો જોયા ત્યાં બળભદ્ર વીર રે, મોહન દાણી રે...૧
શોભે ફૂલડાંનો તોરો એને શીશ રે, કસુંબલ ફેંટો રે;
	ઊભો ડોલરિયો જગદીશ રે, રંગીલો ઓઢી રેંટો રે...૨
કર્યું તિલક કેસર કેરું ભાલ રે, ફૂલડાંની માળા રે;
	વહાલો ચાલે છે હંસ કેરી ચાલ રે, લાગે છે રૂપાળા રે...૩
ખેલે સર્વે ગોવાળોને સાથ રે, આનંદી અલબેલો રે;
	જોયા બ્રહ્મમુનિનો નાથ રે, રંગડાનો રેલો રે...૪
 

મૂળ પદ

અલબેલાજી પ્રાણ આધાર રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0