નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં૧/૪

પદ ૨૨૧૫ મું. –રાગ ધોળ, વિવાહનો .૧/૪

નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં;

રસિયો રૂપનિધાન, નેણા ઠરિયાં. ટેક

શોભે ગોઠીડાના સાથમાં, નેણા ઠરિયાં;

ભુધર ભીનલે વાન, નેણા ઠરિયાં ૧

માથડે મોળિયું હેમનું, નેણા ઠરિયાં;

કેસર તિલક ભાલ, નેણા ઠરિયાં,

હસવું ભરેલ પ્રેમનું, નેણા ઠરિયાં;

જોયા જેવી ચાલ, નેણા ઠરિયાં. ૨

કલંગી બિરાજે વાંકડી, નેણા ઠરિયાં;

બાંધણી આંટાદાર, નેણા ઠરિયાં.

આંખડી કમળ કેરી પાંખડી, નેણા ઠરિયાં;

કુંડલ મકરાકાર, નેણા ઠરિયાં. ૩

નાસા નમણી શોભતી, નેણા ઠરિયાં;

ભ્રકુટી કામ કબાણ, નેણા ઠરિયાં.

ચિતવનિ ચિત્ત લોભણી, નેણા ઠરિયાં;

વારું વદનપર પ્રાણ, નેણા ઠરિયાં. ૪

વામ શ્રવણમાં શ્યામ છે, નેણા ઠરિયાં;

તીલ એક અતિ છબીદાર, નેણા ઠરિયાં

ગોલ કપોલમાં તીલ છે, નેણા ઠરિયાં;

જમણી કોરે સાર, નેણા ઠરિયાં. ૫

મૂરતિ સદા સુખકંદની, નેણા ઠરિયાં;

ઉરમાં રહો રંગરેલ, નેણા ઠરિયાં.

વિનતિ પ્રેમાનંદની, નેણા ઠરિયાં;

સાંભળો રંગછેલ, નેણા ઠરિયાં. ૬

મૂળ પદ

નિરખી નૌતમ નાથને, નેણા ઠરિયાં;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0