માણીગર મોળીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું ૩/૪

માણીગર મોળીડું તારું રે, સુંદર ફૂલડેથી છાયું;
	મોહન તેમાં મન મારું રે, ઠીક કરીને ઠેરાયું	...૧
રૂપાળું રંગનું ભરિયું રે, શોભે કોરું સોનેરી;
	છોગલિયું નૌતમ ધરિયું રે, લાડકડા વાલમ લહેરી	...૨
કાજુ નવલ કલંગી નીરખી રે, ચિત્તડામાં લાગી ચટકી;
	થઈ ગઈ દીવાની સરખી રે, લોક લજ્જા સર્વે પટકી	...૩
બહુ અત્તરમાં રસબસિયું રે, ગરક કસુંબે બોળીડું;
	બ્રહ્માનંદના મનમાં વસિયું રે, મોહન તારું મોળીડું	...૪
 

મૂળ પદ

લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0