મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ ૧/૮

મહારાજ આજ વડતાલથી આવશે;
	સંગે લાવશે સંત સમાજ, મોહનવર પધારશે...૧
જયા કહે લલિતાને વાતડી;
	આવ્યો કાગળ દિવસ વિત્યા સાત, વાંચીને ઠરી છાતડી...૨
અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના;
	કાગળ અવધી પૂરી થઈ આજ, દર્શન સુખરૂપનાં...૩
સાત દિવસે મહારાજ સંત આવશે;
	લખ્યા વડતાલથી સમાચાર, જરૂર પધારશે...૪
આવી માણકી દાદાના દરબારમાં;
	નીરખી સહજાનંદ ભગવાન, શોભે અસવારમાં...૫
પ્રેમાનંદ કહે ગઢપુરવાસી આવિયા;
	લાવ્યા ભેટ સામગ્રી ને હાર, વ્હાલાને પહેરાવિયા...૬
 

મૂળ પદ

મહારાજ આજ વડતાલથી આવશે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- રામનવમીનો સમૈયો કરવા જીવુબા આદિક ભક્તોની આજ્ઞા લઈને શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા. એ વખતની પ્રેમીભક્તોની પ્રેમાતુરતાને આપણે આગળ વાંચી ગયા. શ્રીહરિએ વડતાલમાં વધુ રોકાવાનું થતાં ગઢપુરના ભક્તોને આશ્વાસન માટે વડતાલથી પત્ર લખાવેલ કારણ કે જીવનું જીવન જતાં અચેતન બનેલા ગઢપુરવાસીઓએ જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરેલો. મહારાજ જ જેનું જીવન બની ગયું છે, એવા જીવુબા, લાડુબા આદિક સ્ત્રીભક્તોને પોતાના પ્રિયતમ વિના અન્ય કોઈ પદાર્થ પ્રિય લાગતું નથી. એવાં પ્રેમીભક્તોની પ્રેમભાવનાને પ્રસ્તુત કીર્તનનાં આઠ પદનાં ચોકઠામાં અડતાલીસ ચરણોમાં પ્રેમસખી પ્રેમાનંદસ્વામી આલેખે છે. આપણા નંદકવિઓની ક્રુતિઓમાં વિશિષ્ટતાઓ એ છે કે સમાસમાના અને પ્રસંગે પ્રસંગોના ભક્ત અને ભગવાન વચ્ચેના ભાવોને વાસ્તવિક સ્વરૂપે સ્વકૃતિઓમાં ઝીલી લીધા છે. જેની ખાતરી પ્રસ્તુત કીર્તનોના પ્રેક્ષણથી થાય છે.

વિવેચન

ભાવાર્થઃ- જ્યા લલિતાને વાત કરે છે કે, ’બહેન, મહારાજ તો હમણાં જ વડતાલથી આવશે. એવો કાગળ સાત દિવસથી આવી ગયો છે. આ સાંભળી લલિતાને શાતા વળી છે. અંતરમાં ટાઢું થયું છે. II૧-૨II વધામણીના કાગળમાં અક્ષર ઉત્તમ ભૂપના જ છે. વળી, એ કાગળની અવધિ આજ પૂરી થઈ ગઈ છે. માટે આજે જ એ સુખનિધાનનાં દર્શ-સ્પર્શનું સુખ પામશું. આમ વાત કરે છે. ત્યાં જ મતવાલી માણકી દરબારગઢમાં આવી ગઈ. ભક્ત સમુદાયમાં શોભતા સહજાનંદને નીરખી ગઢપુરવાસીઓના દેહમાં જીવ આવ્યો. પ્રેમાનંદસ્વામી કહે છે કે વહાલો પધાર્યાની વધામણી સાંભળતા બધા ગઢપુરવાસીઓ ભેટ-સામગ્રી લઈ વ્હાલાને વધાવવા દોડી આવ્યા. દરેક ભક્તજન પુરુષોત્તમ નારાયણની પૂજા કરી હાર પહેરાવી આનંદિત થયા. II૩ થી ૬II રહસ્યઃ- ભૂખ્યાને ભોજન અને નિર્ધનને ધન મળતાં જે આનંદ અનુભૂતિ થાય, એથીયે અદકેરા આનંદની લહેર જયા અને લલિતાના શબ્દોમાં બતાવી છે. વિયોગાત્મક અને સંયોગાત્મક ભાવનું મિશ્રણ અદ્ભુત રીતે કરાયું છે. પ્રભુ દર્શન પ્યાસી પ્રેમીભક્તોને પત્ર દ્વારા થયેલો સ્મરણ સંબંધ પણ આનંદદાયક બનાવી દે છે. એનું આ પદ સાક્ષી છે. પદનો ઉપાડ ભાવાત્મક છે. પદ ઢાળ વિલંબિત લગ્નધોળ છે. તાલ દીપચંદી છે. પદ સુગેય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0