વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા૧/૬

વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા;
	હાંરે જેને સેવે મુનિ મુક્ત અજ શંકર જીહો તે અઢળક ઢળ્યા. કૃપા. ૧
હાંરે કાળ માયા જીવ ઇશ્વર સર્વના, હાંરે પોતે પ્રેરક છે.;
				ટાળણ ગર્વના જીહો. કૃપા. ૨
હાંરે વિશ્વ કોટી ઉપજાવીને પાળે હરે, હાંરે પોતે પરબ્રહ્મ;
				એવી લીલા કરે જીહો. કૃપા. ૩
હાંરે જેની અનંત શક્તિ તેજ પ્રતાપ છે, હાંરે એવા;
				સમરથ હરિકૃષ્ણ પોતે આપ છે જીહો. કૃપા. ૪
હાંરે જેને વેદ ને ઉપનિષદ ગાય છે. હાંરે પ્રેમાનંદ તેને;
				નિરખી રાજી થાયે છે જીહો. કૃપા. ૫
 

મૂળ પદ

વંદુ હરિકૃષ્ણ પ્રગટ પરમેશ્વર જીહો, કૃપા કરીને મુજને મળ્યા;

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0