તને વિનવુ છું જોડી હાથ, ઝાલી રાખજે તું મારો હાથ, ૧/૧

તને વિનવું છું જોડી હાથ, ઝાલી રાખજે તૂં મારો હાથ,
મેલીના દઇશ એક ઘડી, તૂં રેજે અખંડ સંગાથ...ટેક
છે લીલા તમારી જગન્યારી, એમાં વિસરુ નહિ હું નાથ,
કર્તા એક સમજી તને, અકર્તા રહું સદાનાથ,
દયા કરોને પ્યારા નાથ, મારા સુખદાયી સંગાથ,
રહું ડુબી સદા તારી સાથ, હું સુખી રહું સંગાથ...તને૦ ૧
આ ઉત્પત્તિ સ્થિતિ ને લય જે, એમાં જોયા કરુ તને નાથ,
અવિકારી ને સ્થિર રહી, આ અનુભવું તવ સાથ,
રહો સુખ તમારું અખંડ, ના જોઇએ બીજું નાથ,
તમે મળજો એક હરિ, પીયુ સદા રે'જો સંગાથ...તને૦ ૨
આ તારી લીલામાં હું કદી, મોહ પામું નહિ મારા નાથ,
આ જ્ઞાનજીવન ઉપર હરિ, એવી કૃપા રાખો પ્રાણનાથ,
ના વિસરી જાશો હે નાથ, કૃપા રાખજો કૃપાનાથ,
તારા માટે રાખજો સંગાથ, પીયુ ભીડી પ્રેમે મને બાથ...તને૦ ૩

મૂળ પદ

તને વિનવું છું જોડી હાથ, ઝાલી રાખજે તૂં મારો હાથ,

મળતા રાગ

આજના દિવસે પ્રભુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી