કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદ સ્વામી ૧/૧

કરું પ્રથમ પ્રણામ સંભારીરે, સહજાનંદ સ્વામી;
	વંદું જુગલ ચરણ ઉર ધારીરે, સહજાનંદ સ્વામી. 	૧
તમે ભલે પ્રગટ્યા ભવમોચનરે, સહજાનંદ સ્વામી;
	તમે નિજ જન આનંદ લોચનરે, સહજાનંદ સ્વામી. 	૨
થયા કરુણા કરી દ્રગ ગોચરરે, સહજાનંદ સ્વામી
	સહુ જાણે ખેચર ભૂચરરે, સહજાનંદ સ્વામી.	૩
તમે પુરુષોત્તમ સુખકારીરે, સહજાનંદ સ્વામી;
	સદા અક્ષરધામ નિવાસી રે, સહજાનંદ સ્વામી. 	૪
તમે સર્વોપરી સુખકંદરે, સહજાનંદ સ્વામી;
	તમને સેવે મુક્ત મુનિ વૃંદરે, સહજાનંદ સ્વામી. 	૫
તમે ક્ષર અક્ષરના સ્વામીરે, સહજાનંદ સ્વામી;
	સર્વ વ્યાપક અંતરજામીરે, સહજાનંદ સ્વામી. 	૬
તમે કૈવલ્યપતિ સુખરૂપરે, સહજાનંદ સ્વામી;
	સર્વે મુક્તતણા છો ભુપરે, સહજાનંદ સ્વામી. 	૭
તમે દિવ્ય તનુ સાકારરે, સહજાનંદ સ્વામી;
	મહા તેજ તણા આગારરે, સહજાનંદ સ્વામી. 	૮
અતિ દિવ્ય ને અચરજકારીરે, સહજાનંદ સ્વામી;
	એક બેઠક નાથ તમારીરે, સહજાનંદ સ્વામી. 	૯
એક તેજ સમૂહ અતિ ભારીરે, સહજાનંદ સ્વામી;
	અધો ઉર્ધ્વ મધ્ય દિશી ચારીરે, સહજાનંદ સ્વામી. 	૧૦
અવિતર્ક્ય અતિ અપ્રમાણરે, સહજાનંદ સ્વામી;
	એ તેજ સમુહ સુજાણરે, સહજાનંદ સ્વામી. 	૧૧
તે તેજમાં એક છબી ધામરે, સહજાનંદ સ્વામી;
	દિવ્ય રત્ન મંડપ અભિરામરે, સહજાનંદ સ્વામી. 	૧૨
તેમાં દિવ્ય પલંગ છબી ન્યારીરે, સહજાનંદ સ્વામી;
	નિજ જન લોચન અઘહારીરે, સહજાનંદ સ્વામી. 	૧૩
તેમાં આપ બિરાજો છો રાજરે, સહજાનંદ સ્વામી;
	ચારે પાસ મહા મુક્ત સમાજરે, સહજાનંદ સ્વામી. 	૧૪
લઇ ષોડશ પૂજા પ્રકારરે, સહજાનંદ સ્વામી;
	તમને પૂજે છે કરી પ્યારરે, સહજાનંદ સ્વામી. 	૧૫
પઢી પુરુષસુક્ત મહામંત્રરે, સહજાનંદ સ્વામી;
	કરે સ્તવન સર્વે સ્વતંત્રરે, સહજાનંદ સ્વામી. 	૧૬
એ ધામ છે સહુથી આઘુંરે , સહજાનંદ સ્વામી;
	નહિ કાલ માયાનું ત્યાં લાગુંરે, સહજાનંદ સ્વામી. 	૧૭
સર્વે ધામથી શ્રેષ્ઠ વિશેખેરે, સહજાનંદ સ્વામી;
	સુર મુનિ સ્વપને નવ દેખેરે, સહજાનંદ સ્વામી. 	૧૮
એતો અક્ષરમાંહી છબી નોખીરે, સહજાનંદ સ્વામી;
	ત્યાં આપ બિરાજો છો શોખીરે, સહજાનંદ સ્વામી. 	૧૯
મહા દુર્લભ દરશન દેવરે, સહજાનંદ સ્વામી;
	જાણે વિરલા કોઇક ભેવરે, સહજાનંદ સ્વામી. 	૨૦
શું વર્ણવું મહિમા અગાધરે, સહજાનંદ સ્વામી;
	ન પહોંચે મન વાણી વિવાદરે, સહજાનંદ સ્વામી. 	૨૧
બીજા અસંખ્ય ધામ ઓરા એથીરે, સહજાનંદ સ્વામી;
	તે સારૂં નિગમ કહે નેતિરે, સહજાનંદ સ્વામી. 	૨૨
ત્યાંથી આપ પધાર્યા નાથરે, સહજાનંદ સ્વામી;
	મોટી કૃપા કીધી અમ માથરે, સહજાનંદ સ્વામી. 	૨૩
જડ ચીદ પ્રકૃતિ એ કહાવેરે, સહજાનંદ સ્વામી;
	અપાર છે પાર ન પાવેરે, સહજાનંદ સ્વામી. 	૨૪
તેના આત્મા છો અંતરજામીરે, સહજાનંદ સ્વામી;
	કર્તા હર્તા પાળક બહુનામીરે, સહજાનંદ સ્વામી. 	૨૫
કાળ માયા પુરુષ પ્રધાનરે, સહજાનંદ સ્વામી;
	તેના કારણ અતિ ગુણવાનરે, સહજાનંદ સ્વામી. 	૨૬
મહાતત્વથકી ત્રણ ગુણરે, સહજાનંદ સ્વામી;
	સર્ગ કારણ અતિ નિપુણરે, સહજાનંદ સ્વામી. 	૨૭
ત્રણ ગુણથકી તત્વ ચોવીશરે, સહજાનંદ સ્વામી;
	વ્યષ્ટિ સમષ્ટિ દેહ જગદીશરે, સહજાનંદ સ્વામી. 	૨૮
એમ ઉત્પતિ સ્થિતિ લય રૂપરે, સહજાનંદ સ્વામી;
	એવી લીલા તમારી અનુપરે, સહજાનંદ સ્વામી. 	૨૯
સર્વ કારણ કર્તા આધારરે, સહજાનંદ સ્વામી;
	એક તમે છો ધર્મકુમારરે, સહજાનંદ સ્વામી. 	૩૦
મહા દિવ્ય ઐશ્વર્ય જુક્ત શ્યામરે, સહજાનંદ સ્વામી;
	આ મૂર્તિ તમારી સુખધામરે, સહજાનંદ સ્વામી. 	૩૧
સર્વે દિવ્ય સામૃથીને છપાવીરે, સહજાનંદ સ્વામી;
	પ્રેમાનંદ કહે પ્રગટ થયા આવીરે, સહજાનંદ સ્વામી. ૩૨
 

મૂળ પદ

કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદ સ્વામી;

મળતા રાગ

તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડાજીબોલાજી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
મહિમા
Studio
Audio & Video
0
0