તારાં છોગલિયાંની છબી ભારી રે, કુંવર કાનુડા ૪/૪

તારાં છોગલિયાંની છબી ભારી રે, કુંવર કાનુડા;
	છેલા ગુણવંતા ગિરધારી રે, લાગો છો રૂડા	...ટેક.
પ્રાણજીવન શિર કેશ રૂપાળા, કાળા ખીંટલિયાળા રે		-કુંવર૦ ૧
લાલ કસુંબી તારા મોળીડાને ચટકે, જોઈને મોહી છું કર લટકે રે-કુંવર૦ ૨
કુંડળની છબી નથી રે કહેવાતી, નીરખી ઠરે છે મારી છાતી રે	-કુંવર૦ ૩
બ્રહ્માનંદ કહે રહોને રંગીલા, આંખડલીમાં અળવીલા રે	-કુંવર૦ ૪
 

મૂળ પદ

તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0