આજ સખી શામળીયો વહાલો, પરોણા ઘેર આવ્યા૧/૧

પદ ૯૩૨ મું – રાગ વસંત થાલ.૧/૧

આજ સખી શામળીયો વહાલો, પરોણા ઘેર આવ્યા;
થાળ ભરીને મેં તો મોટે મોતીડે વધાવ્યા.           આજ. ટેક
કર સાહીને કૃષ્ણ જીવનને, મંદિરમાં પધરાવ્યા;
નોતરીયા નારાયણ મેં તો, બહુ વિધ પાક બનાવ્યા. આજ. ૧
ખટ રસ ચાર પ્રકાર સુધારી, થાળ ભરીને લાવ્યા;
કંચન કલશ ભરીને શીતળ, જળ જમુનાનાં પાવ્યા. આજ. ૨
લાડુ પેંડા જલેબી ઘેબર, બહુ પકવાન પિરસાવ્યા;
શાક પુર્યા બહુ કનક કટોરે , જે હરિને મન ભાવ્યાં.   આજ. ૩
ભજીયાં વડાં ફાફડા પાપડ, તળેલ તાતાં તાવ્યા;
લીંબુ આદા કેરીના બહુ, આથણાં મંગાવ્યાં.             આજ. ૪
દાળ ભાત પિરસીને સાકર, નાંખી દૂધ ઓટાવ્યાં;
દૂધ ભાત જમાડી હરિને, હેતે ચળું કરાવ્યાં.               આજ. ૫
પાન બીડાં અમારા હરિયે, હાથો હાથ લઇ ચાવ્યા;
પ્રેમાનંદના નાથને ભેટી, તનના તાપ સમાવ્યાં.       આજ. ૬

 

મૂળ પદ

આજ સખી શામળીયો વહાલો, પરોણા ઘેર આવ્યા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી