વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો૧/૫

પદ ૯૯૨ મું –રાગ ગરબી.૧/૫

વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો ;

પરમ પાવન અભિરામ, કૃષ્ણ પૂરણકામનું જો. ૧

પ્રગટ પુરુષોત્તમરાય, રાજે ગઢપુરમાં શ્રીહરિ જો;

જેને નિગમ નેતિ ગાયે, નિજ ઇચ્છાયે દેહ ધરી જો. ૨

અક્ષરપતિ અવિનાશ, આવ્યા કરુણા કરી અતિ જો;

કીધો ગઢપુર નિવાસ, વરણી વેશે નૈષ્ટિક જતિ જો. ૩

ધન્ય ઉત્તમ નરદેવ, ઘેર રાખ્યા ઘનશ્યામને જો;

પરીપૂરણ કરી સેવ, વશ કીધા સુખધામને જો. ૪

ઉત્તમ જાણીને નિજ ભક્ત, વશ થયા નિજ દાસને જો;

વરણી અતિશે વિરક્ત, રહ્યા અખંડ કરી વાસને જો. ૫

કીધું અધીક ગઢપુર સાત પુરી, ચાર ધામથી જો;

પ્રેમાનંદ કે' જમ દૂર, ભાગે ગોપીનાથ નામથી જો. ૬

મૂળ પદ

વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0