ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો૨/૫

પદ ૯૯૩ મું.૨/૫

ધન્ય ઉત્તમ દરબાર, ધન્ય ઓરડાની ઓસરી જો;

થયો મુક્તિ દાતાર, અખંડ રાજે ત્યાં શ્રીહરિ જો . ૧

ધન્ય ઓરડી અનૂપ, પ્રીતે પોઢે ભગવાન જ્યાં જો;

થઇ અક્ષર સ્વરૂપ, સંત ધારે નિત્ય ધ્યાન ત્યાં જો. ૨

ધન્ય નિંબ વૃક્ષ છાંય, ઘોડી ફેરે હરિ ફરતા જો;

જન ત્રપત ન થાયે, ધન્ય દરશન કરતા જો. ૩

ધન્ય ધરણીના ભાગ્ય, ધન્ય ગઢપુર ધામને જો;

ધન્ય હરિજન ગૃહ ત્યાગ, કરી નિરખે ઘનશ્યામને જો. ૪

ધન્ય ગઢપુરનાં લોકો, ધન્ય હરિજન નરનારીને જો;

થયા સર્વે અવિશોક, પ્રગટ નિરખ્યા ગિરિધારીને જો ૫

ધન્ય પૂજ્યા કરી પ્યાર, ધર્મકુંવર સુખકંદને જો;

પ્રીત પે'રાવ્યા હાર, ધન્ય ધન્ય પ્રેમાનંદને જો. ૬.

મૂળ પદ

વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0