રાજે ગઢપુર મહારાજ, પૂરણબ્રહ્મ પરમાતમા જો૫/૫

પદ ૯૯૬ મું.૫/૫

રાજે ગઢપુર મહારાજ, પૂરણબ્રહ્મ પરમાતમા જો;

આવ્યા ગરીબ નિવાજ, એતો અક્ષરનાં આતમા જો. ૧

છાયો પ્રબલ પ્રતાપ, કહ્યો નવ જાયે રસના જો;

કીધો અધર્મ ઉથાપ, વાગ્યા ડંકા અતિ જશના જો. ૨

માર્યા અસુર અપાર, કામ ક્રોધાદિક વાંકડા જો;

સુર અસુર નરનાર, જેને આગે સહુ રાંકડા જો. ૩

મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડવી જો;

મુંડતા કેઇક ગુરુ ભેખ, પાડતા માહંતને ગોડવી જો. ૪

આપી પરચા અનૂપ, માયીક મતને ઉખાડીયા જો;

જીવ માયા બ્રહ્મ રૂપ જથારથ તે દેખાડીયા જો. ૫

સમાધિમાં સહુ ધામ, દેખાડ્યાં નર નારને જો;

એવા સહજાનંદ શ્યામ, પ્રગટ્યા પ્રેમાનંદ કારણે જો. ૬

મૂળ પદ

વંદુ દુર્ગપુરધામ, સુંદર શોભે ઘનશ્યામનું જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0