હો...પ્રગટ હેતાળા હરિ બેઠી હું તુંજમાં ઠરી,૧/૨

હો...પ્રગટ હેતાળા હરિ, બેઠી હું તુંજમાં ઠરી,
મૂરતિ તારી આકૃતિ મારી, કર્તા તૂં એક હરિ...ટેક
દયાનો દરિયો સુખથી ભરિયો, મુજમાં વસિયો ઠરી...હો પ્રગટ૦ ૧
આતમા તારો આતમા મારો, એક થયો છે હરિ...હો પ્રગટ૦ ૨
અખંડ આનંદ દ્યો છો સહજાનંદ, સદા સંગાથ કરી...હો પ્રગટ૦ ૩
જ્ઞાનજીવનના તન મન ધનના, ધણી તમે છો હરિ...હો પ્રગટ૦ ૪

મૂળ પદ

હો...પ્રગટ હેતાળા હરિ

મળતા રાગ

રૂકો પ્રીતમજી ઘડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી