રાજેશ્વર રંગના ભીના;રંગના ભીના છેલ નવિના, માણકીના અસવાર હો છેલા.૧/૪

પદ ૧૦૯૮ મું.-રાગ પરજ દેશી.૧/૪

રાજેશ્વર રંગના ભીના;

રંગનાં ભીના છેલ નવિના, માણકીના અસવાર હો છેલા. રાજે. ટેક.

માણકીયે ચઢી મલપતા આવો, સુંદર શોભા ધામ;

જીવન જોઇ નેણાં ઠરે છે, કેશવ પૂરણકામ હો છેલા. રાજે. ૧

માથે સુંદર મોલીયું જોઇને, સોના કેરું શ્યામ;

દલડું મારું ડોલતું રહ્યું, મન પામ્યું વિશ્રામ હો છેલા. રાજે. ૨

કાનમાં કાજુ કુંડલ ઉરમાં, ઉતરિયું અભિરામ;

પ્રેમાનંદ તો નિરખી ડોલે, ઘેલડો આઠો જામ હો છેલા. રાજે. ૩

મૂળ પદ

રાજેશ્વર રંગના ભીના

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0