મનોહર મૂર્તિ તારી;મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈયા કેરા હાર હો પ્યારા૪/૪

પદ ૧૧૦૧ મું.૪/૪

મનોહર મૂર્તિ તારી;

મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈયા કેરા હાર હો પ્યારા. મનો. ટેક

આંખડલીથી અળગા ન મેલું, નેણતણા શણગાર;

તમ પર તન મન જીવન મારું, વારું વાર હજાર હો પ્યારા. મનો. ૧

રાજીવ લોચન રાજી રહો, મુજ ઉપર પ્રાણ આધાર;

બીજું કાંઇ ન માંગું મારા, શામળિયા સરદાર હો પ્યારા. મનો. ૨

દામ વિનાની દાસી તમારી, રાખો રાજ હજૂર;

પ્રેમાનંદની વિનતિ વાલમ, સાંભળો શ્યામ જરૂર હો પ્યારા. મનો. ૩

મૂળ પદ

રાજેશ્વર રંગના ભીના

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0