અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં૩/૪

 પદ ૧૧૦૯ મું.૩/૪

અનેક જનમનાં મારા પૂન્ય ઉગીયાં,
ચિતવન તમારું મારે ધ્યાનરે નારાયણ સ્વામી,
પ્રગટ બિરાજો મારી આંખડીને આગળે; પ્રગટ              ટેક.
સુરનરમુનિને તમે નહિ મળો સ્વપને;
અક્ષરપતિ ભગવાન રે નારાયણ સ્વામી. પ્રગટ         
હૃદયકમળમાંહી શ્રીવચ્છ ચિહ્ન છે;
છાપ ચિહ્ન છે જોયા લાગરે નારાયણ સ્વામી; પ્રગટ
વામ બાહુને પાસે તીલ રૂડા ચાર છે,
જોવા ઉપજે છે અનુરાગરે નારાયણ સ્વામી. પ્રગટ    
કરિ કર સરખી ભુજા અભય ઉદારરે,
ચિહ્નતણો ભંડાર રે નારાયણ સ્વામી. પ્રગટ.
કંબુ સરીખો કંઠ ચિબુક વદનપર,
પ્રેમાનંદ જાયે બલિહારરે નારાયણ સ્વામી. પ્રગટ      

મૂળ પદ

મનમાં વસી છે તારી મૂર્તિ મોહનજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી