આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ, આવોને ઓરા હેત કરીને સામું હેરીએ ૧/૪

આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ;
		આવોને ઓરા હેત કરીને સામું હેરીએ...૧
આવોને ઓરા લાવો મળ્યાનો આપણ લીજીએ;
		આવોને ઓરા કહાના એકાંતે વાતુ કીજીએ...૨
આવોને ઓરા ખાંતે કરીને આપણ ખેલીએ;
		આવોને ઓરા માથે કલંગી સુંદર મેલીએ...૩
આવોને ઓરા ફૂલડે બિછાવી મેં તો સેજડી;
		આવોને ઓરા હાથ જોડીને આગે છું ખડી...૪
આવોને ઓરા મનડાં મળ્યાં તે નથી છૂટતાં;
		આવોને ઓરા દુરિજન દેખીને છોને કૂટતાં...૫
આવોને ઓરા પ્રગટ થયા અમારે કારણે;
		આવોને ઓરા બ્રહ્માનંદ જાય તમારે વારણે...૬
 

મૂળ પદ

આવોને ઓરા છેલ છબીલા મારી શેરીએ

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0