અશરણશરણ ભુજ દંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી૪/૮

 પદ ૧૧૮૩ મું.૪/૮

અશરણશરણ ભુજ દંડ મહારાજના,
ચિહ્ન તેમાં હવે કહું વખાણી.                             અશરણ. ટેક.
ભુજામાં છાપના ચિહ્ન છે સુંદર,
ક્હોણીયું શ્યામ સુખધામ વાણી                       અશરણ. ૧
પોંચાથી ઉપર છાપનાં ચિહ્ન છે,
કાંડાં છે કઠણ બળવાન ભારી;
કરભપર કેશ છે હથેલી રાતીયુ,
રાતી રેખા તેમાં ન્યારી ન્યારી.                        અશરણ ૨
રાતી છે આંગલીયું રાતા છે નખમણિ,
ઉપડતા તીખા અતિ જોયા જેવા;
એવા જે કરવર ધરત જન શિરપર,
આતુર અભય વરદાન દેવા.                            અશરણ ૩
જાનુ પરજંત ભુજ સરસ ગજસુંઢથી,
ભક્તને ભેટવા ઉભા થાયે ;
એવા ઘનશ્યામની ભુજ છબી ઉપરે,
પ્રેમાનંદ તન મન વારી જાયે.                         અશરણ ૪
 

મૂળ પદ

કીજીયે ધ્યાન શ્રી ધર્મના કુંવરનું સર્વ પેહેલા ઉઠી પ્રાતઃ કાળે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી