નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં૧/૪

પદ ૧૨૦૪ મું રાગ રામકલી-પ્રભાતી.૧/૪

નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં,

મોહનજીની મૂરતીમાં મારા મનડાં પ્રોવાણાં નાથજી. ટેક

ઉભા રે અલબેલો વહાલો આવીને આંગણિયે,

મુગટ જડીયો રે એનો મોતી ને મણિયે. નાથજી. ૧

ઝીણી તે પછેડી ઓઢી નંદને લાલે,

પલવટ વાળી છે વહાલે પીળે દુશાલે. નાથજી. ૨

કોટમાં કંઠી ને કેસર તિલક કીધું,

મુખને મરકલડે મારું મન હરીને લીધું. નાથજી. ૩

દોવું ને વલોવું હું તો ગઇ છું ભૂલી,

પ્રેમાનંદના નાથનું મુખ જોઇને ફૂલી. નાથજી. ૪

મૂળ પદ

નાથજી નિરખીને મારાં લોચન લોભાણાં, મોહનજીની મૂર્તિમાં મારા મનડાં પ્રોવાણાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા ઘનશ્યામ
Studio
Audio
0
0