ધર્મકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણ આધાર, ૨/૬

ધરમકુંવર ઘનશ્યામજી, મારા પ્રાણના આધાર;
	નિમખ ન મેલું વેગળા, મારા હૈડાના હાર		...ધર્મ૦ ટેક.
જીવું છું જીવન જોઈને, નેણુંના શણગાર;
	જીવત સુખ મારું માવ પર, વારું વારમવાર	...ધર્મ૦ ૧
રૂપ શીલ ઉદારતા, ગંભીર ગુણધામ;
	મૂરતિ તમારી માવજી, ભક્ત પૂરણકામ		...ધર્મ૦ ૨
ભાગ્ય મારાં શું રે વર્ણવું, કહ્યામાં ન આવે;
	મુનિવરને મોંઘા ઘણા, તે ભેટયા મુને ભાવે	...ધર્મ૦ ૩
અનેક જનમને આદરે, આંખડલીને આગે;
	આ રે ઊભા અલબેલડો, પ્રેમાનંદ પાય લાગે	...ધર્મ૦ ૪
 

મૂળ પદ

નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા

મળતા રાગ

રામગ્રી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS
રામગ્રી
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

પ્રભાતિયા-૧
Studio
Audio
1
1