આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી ૩/૬

આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી;
	શોભા શ્રીઘનશ્યામની, ત્રિભુવનથી ન્યારી		...આજ૦ ટેક.
ભાલ વિશાળમાં શોભતી, કેસર કેરી આડ;
	ચાંદલિયો કંકુ તણો, જોયા કેરી ચાડ		...આજ૦ ૧
ભ્રકુટી વાંકી નાસા નમણી, લોચન રંગચોળ;
	શોભે છે ચિત્તડું ચોરતા, રૂડા કરણ કપોળ	...આજ૦ ૨
નાની નાની મુહર ફૂટતી, અધરબિંબ રૂડા;
	હસતું વદન જોઈ જીવમાં, ઘાટ નવ થાયે કૂડા	...આજ૦ ૩
ચિબુક તણી શોભા ઘણી, કંઠ કંબુ સમાન;
	ઉન્નત ઉર છબી નીરખે, પ્રેમાનંદ ધરી ધ્યાન	...આજ૦ ૪
 

મૂળ પદ

નાથ રહો મારા નેણમાં, હરિ આવા ને આવા

મળતા રાગ

રામગ્રી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio
0
0