ઉરમાંહી વસી, સહજાનંદ સલુણી મૂર્તિ માધુરી ૨/૪

ઉરમાંહી વસી (૨) સહજાનંદ સલુણી મૂર્તિ માધુરી;
	થઈ નિ:શંક નિહાલ (૨) લાલ છબી નીરખતાં મારી નજર ઠરી...ટેક.
પગે ચમકા કરતી ચાખડી, છબી નટવર સુંદર હાથ છડી;
			કરે ખેલ અલૌકિક ઘડી ઘડી...ઉર૦ ૧
વ્હાલો જરકસિયા જામા પહેરી, ચાલે ચાલ ચમકતી ગજ કેરી;
			તેણે લીધું મન મારું હેરી...ઉર૦ ૨
જે કોઈ એ સાથે પ્રીત કરે, જેના અંતરમાં જગ જાળ ન રહે;
			તે ફેરા ભવમાં કેદી ન ફરે...ઉર૦ ૩
આવે અંગ આભૂષણ ઉલસિયો, કટિ જરકસનો કસણો કસિયો;
			વ્હાલો બ્રહ્માનંદને મન વસિયો...ઉર૦ ૪
 

મૂળ પદ

સુણ સાહેલી, સહજાનંદ સંગાથે મારે પ્રીતડી

મળતા રાગ

સોરઠ ઢાળ : મન મોહ ટળે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી