મારા હૃદિયામાંય, રાતદિવસ એક રટના સહજાનંદની ૩/૪

મારા હૃદિયામાંય, રાતદિવસ એક રટના સહજાનંદની;
દગ આય વસી, સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની...ટેક.
દિલ છૂટી આંટી ડગમગની, મેલી મરજદા સર્વે જગની;
મારી લાગી એ સાથે લગની...મારા૦ ૧
જે એ સાથે લગની લાવે, તેની જન્મ મરણ સંસૃતિ જાવે;
ભાગ્ય બડાં હોય તેને ભાવે...મારા૦ ૨
મેં તો ઓથ ગ્રહી અવિચળ એની, મુને આશ નહિ બીજા કેની;
એ વિના બીજું કાંઇ છેની...મારા૦ ૩
એ વસ્તુ વેચાયે નહિ કોઇ હાટે, મીલે નહિ દીધા દ્રવ્ય માટે;
બ્રહ્માનંદ કહે એ તો શિર સાટે...મારા૦ ૪

મૂળ પદ

સુણ સાહેલી, સહજાનંદ સંગાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી