મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા;૩/૪

પદ ૧૩૮૦ મું.૩/૪

મારા સમ માર માં રે, કાંકડલી મને કાન રંગીલા; મારા. ટેક

કાંકડલી મને માર માં મોહન, કહું છું વારમવાર.

લાડકડા ત્હારા લાડ હું પૂરા, કરીશ નંદકુમાર. રંગીલા.૧

બેડલું મારે ફૂટશે, મારી સાસુડી કરશે શોર;

કેશવ તુજને કહું છું, કેડો મેલને તું નંદકિશોર. રંગીલા.૨

માધવ તારા મનમાં શું છે, શીદ રોકે છે વાટ;

નિર્લજ નવરો મેલતો નથી, જમુનાજીનો ઘાટ. રંગીલા.૩

કંસને કે'શુ કેશવ તારા, લક્ષણ સર્વે આજ;

પ્રેમાનંદના નાથજી ખોશો, નંદ જશોદાની લાજ. રંગીલા.૪

મૂળ પદ

દૂરીજન દેખશેરે, પાલવડો મારો મેલ છબીલા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
1
0