ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લેલીન હે ૪/૪

ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લેલીન હે;
કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીન હે...ટેક.
જેણે તન ઉપાધિ સર્વે ત્યાગી, ઉર ભરમ કરમ ગ્રંથિ ભાંગી;
રહે અખંડ ભજનમાં અનુરાગી...ધન્ય૦ ૧
નહિ કામ ક્રોધ મદ લોભ કદા, રહે રામ નિરંતર માંહી હૃદા;
તે સમદર્શી બ્રહ્મરૂપ સદા...ધન્ય૦ ૨
ધુન અખંડ ન ભૂલત એક ઘડી, ઉરમાંહી અલૌકિક ટેવ પડી;
જેની સુરતી અહોનિશ ગગન ચડી...ધન્ય૦ ૩
નિત્ય બ્રહ્માનંદ ઉર સુખ વાસી, જેને અષ્ટસિદ્ધિ નવનિધિ દાસી;
એવા પ્રગટ પ્રભુના ઉપાસી...ધન્ય૦ ૪

મૂળ પદ

સુણ સાહેલી, સહજાનંદ સંગાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરવલ્લભદાસ સ્વામી
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
Studio
Audio
1
1