પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયાં રે ૨/૪

પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયાં રે;
	જોઈ ભેખ લીધો મેં જોગણિયાં	...પ્યારા૦ ટેક.
તારાં લોચન બાણ તીખડિયાં રે, ઘણા જાદુ હથોડીનાં ઘડિયાં રે;
	આવી ઓચિંતાં મુજ પર પડિયાં	...પ્યારા૦ ૧
તારી નાસિકા સુંદર નમણી રે, છે જો દીપક કીર લજમણી રે;
	એ તો જીવનદોરી છે અમણી	...પ્યારા૦ ૨
કાને કુંડળ નૌતમ ધરિયાં રે, ભારે નંગ વળી રંગ ભરિયાં રે;
	આવી અંતરમાં ઊંડાં ગરિયાં	...પ્યારા૦ ૩
દીઠું મુખડું ચંદા કેરે ડોળે રે, તિલ દક્ષિણ ગૌર કપોળે રે;
	બ્રહ્માનંદ કહે મુનિ તેને ખોળે	...પ્યારા૦ ૪
 

મૂળ પદ

વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
0
0