કાના તારો કંઠ કહ્યામાં ન આવે રે ૪/૪

કાના તારો કંઠ કહ્યામાં ન આવે રે;
	એ તો કૌસ્તુભમણિને શોભાવે	...રૂડી૦ ટેક.
હૈડે પહેર્યો છે હાર હજારી રે, ભુજદંડ પ્રચંડ છે ભારી રે;
	નાખી કંઠ જીવે વ્રજનારી	...કાના૦ ૧
શોભે કમરે રેંટો સુધો સારો રે, જ્ઞાની ધ્યાનીનો દિવસ ગુજારો રે;
	ચાલ જોઈ લાજે હંસ બિચારો	...કાના૦ ૨
રૂડી લાગે છે પગની આંગળિયું રે, નખતેજ જાયે નહીં કળિયું રે;
	જાણે ચંદ્ર તણી છે મંડળિયું	...કાના૦ ૩
રાજે ચરણે લાંબી ઊર્ધ્વરેખું રે, હું તો ધ્યાન વિના એને દેખું રે;
	બ્રહ્માનંદ કે’ જનમ ધન્ય લેખું	...કાના૦ ૪
 

મૂળ પદ

વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી