અણિયાળી રે, મરમાળીરે; કાનુડાની આંખડલી;૩/૪

પદ ૧૪૩૦ મું.૩/૪

અણિયાળી રે, મરમાળીરે; કાનુડાની આંખડલી;  અણિ.  ટેક

આંખ અણિયાળી રૂડી નંદનાં કુંવરની,

માંહી રેખું  રાતડી  રૂપાળીરે.                    કાનુ.   ૧

કાંઈક કારણ છે ચિતવનીમાં,

કામણ ભરી છે શાહી કાળીરે.                    કાનુ.   ૨

આંખડી જોઈને ઘર તજ્યા મોટા ભૂપતિ,

પાછુ ના જોયું વાળી વાળીરે.                    કાનુ.   ૩

આંખડલીનો ચાળો જોઈ ભ્રકુટી ઉલાળો,

મોહ્યો પ્રેમાનંદ ભાળી ભાળીરે.                  કાનુ.   ૪ 

મૂળ પદ

જાદુગારી રે મોહન મોરલડી વજાડી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
0