પીયુ પીયુ કરૂ હું તો રાતદી પીયુડા૧/૨

પીયુ પીયુ કરૂ હું તો રાતદી પીયુડા, સ્નેહથી ભરેલા મારા સાયબા સ્નેહીડા,
તમેં તો હરિ મારે એક, સર્વે સુખ છો...
કરી વશ જાદુ કરી મુજને જાદુડા, પાડી મને પ્રેમમાં તે પ્રેમથી પીયુડા
પ્રેમનો સાગર તું , મારી સનમુખ છો...ટેક.
ઓ...તે તો ઘેલી કરી મુજને, હાથ નથી રહી હું તો શું કહું તુજને (૨),
મને તો ચડાવ્યું તારૂ ઘેન તે ઘનુડા, પોઢી તારા રૂપમાં હું સતીયા સાથીડા,
હવે તો હરિ મને એક, તુંહી તુંહી થાય છે...પીયુ૦ ૧
ઓ..તું તો ભળી ગયો મુજમાં, આત્મા મારો પીયુડા ગળી ગયો તુજમાં,
ચાલે મારા પગમાં તું બોલે મારા મુખમાં,
સંગાથે રહ્યો છે તુંતો સર્વે અંગોઅંગમાં,
મારે આકારે હવે તું, મુજને દેખાય છે...પીયુ૦ ૨
ઓ..તું તો રહ્યો કર્તા મુજમાં, માણું સુખ રહી હું તો અકર્તા તુજમાં,
જુએ મારી આંખથી તું સુણે મારા કાનથી,
મારુ‘જ્ઞાન'-ભાન પિયા છે તારા જ્ઞાનથી,
તારે આકારે હવે હું, મુજને દેખાવ છું...પીયુ૦ ૩

મૂળ પદ

પીયુ પીયુ કરૂ હું તો રાતદી પીયુડા

મળતા રાગ

જહા મેં જાતી હું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી