જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે૧/૪

5 1/4 ||પદ રાગ ભૈરવ || પ્રભાતિ||
( આવો રે બાલાજી તારા મોળીડા પર એ રાગ )
 
જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે;
પ્રાણના સ્નેહી મારા, આંખડલીના તારા રે. જાગોરે. ||૧||
કોટમાં ફૂલાંના હાર , ચોલાણા છે ભારી રે;
નીંદ ભર્યાં નેણા , કંજકલી અનુસારી રે. જાગોરે. ||૨||
મુનિજન તમને જોવા આવ્યા , સુર બ્રહ્મા ત્રિપુરારી રે;
કર જોડીને ઉભા, આશા દર્શન કેરી ધારી રે. જાગોરે. ||૩||
આળસ મરોડી ઉઠો, શામ સુખકારી રે ;
કૃષ્ણાનંદ એ છબીપર, તન મન વારી રે. જાગોરે. ||૪|| 

મૂળ પદ

જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે;

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

પ્રભાતિયા-૧
Live
Audio
0
0