વાલા રે વિહારી, મારે મંદિરિયે પધારો રે૩/૪

7 ||પદ ૩/4.||

વાલા રે વિહારી, મારે મંદિરીયે પધારો રે;

મંદિરીયે પધારો, મારો જનમ સુધારો રે.વાલા રે. ||૧||

દંતની શોભા કુંદ લજારી, અધર છટા છે ન્યારી રે;

ભૂષણ શોભાવે કંઠ, છાતિ પોળી પ્યારી રે. વાલા રે. ||૨||

અજાન બાહું તુંદ રૂપાળી, નાભિ ત્રિવળી છાજે રે ;

કટી સાથલ શોભે ભારી , જાનું જંધા રાજે રે. વાલા રે. ||૩||

પાંની ઘૂંટી ફણા અંગુલી, નખ વિધુ કાંતિ પ્યારી રે;

અંતર અંધારું હરે, કૃષ્ણાનંદ ધારી રે.વાલા રે. ||૪||

મૂળ પદ

જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે;

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શ્રીનિવાસ સ્વામી-BAPS
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

પ્રભાતિયા-૧
Studio
Audio
0
0