વાઓ હરી વાંસલડી વ્હાલા લાડીલા નંદતણા લાલા ૨/૮

વાઓ હરી વાંસલડી વ્હાલા,
લાડીલા નંદતણા લાલા...વાઓ૦ ટેક.
મોહ્યું મન બંસીના સ્વરમાં, ભરી છું આનંદના ભરમાં;
નથી હવે રહેવાતું ઘરમાં...વાઓ૦ ૧
બૂઝી સરવે અંતરની બળગું; બંસીમાં ચિત્ત આવી વળગ્યું;
અધ ક્ષણ નવ થાય અળગું...વાઓ૦ ૨
વીંધાણી બંસીને નાદે, સુણું છું સુંદર સ્વાદે;
ગાવો હરિ ઊંચે રે સાદે...વાઓ૦ ૩
આવી છું સાંભળવા ઓળે, બંસી અતિ મરમાળી બોલે;
સુણી દિલ વસિયર જ્યું ડોલે...વાઓ૦ ૪
બંસી મુને લાગે છે પ્યારી, ઘેરી ઘેરી વાજો ગિરધારી;
બ્રહ્માનંદ જાયે બલિહારી...વાઓ૦ ૫

મૂળ પદ

ઓરા આવો નટવર નાનડીઆ

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી