અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે, ૧/૧

૨૧    ૧/૧ અક્ષરધામ ગમન પ્રશ્નોત્તરી કીર્તન

(સીમડીએ કેમ જાશો વરરાજા- એ લગ્નગીતનો રાગ)

પ્રશ્ન—(૧)

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?

માયા અક્ષરમા જાતાં રોકશેરે,

ત્રિગુણી માયા તમનેં લૂંટશેરે,

 

ઉત્તર--

ત્રણ દેહથી જુદો આતમા જાણી,

બ્રહ્મ રૂપ થાતાં માયા ભાગશેરે ||

સ્વામિનારાયણ સ્વામિનારાયણ

સ્મરણ કરશે તે અક્ષર પામશેરે || ૧ ||

 

પ્રશ્ન—(૨)

 

અક્ષર ધામેં કેમ જાશો જીજ્ઞાસુ,

અક્ષરની વાટે સિદ્ધિયું આવશેરે ||

અક્ષર જાતાં તો સિદ્ધિયું રોકશેરે ||

 

ઉત્તર--

સિદ્ધિયું છે તો દેવને દૂર્લભ,

અમને તે મોતીડે વધાવશેરે ||

કારણ ?

શ્રીજીની મૂર્તિ સનમુખેં રાખશું,

શ્રીજી અમોને ત્યાં ઉગારશેરે ||

        સ્વામિનારાયણ...................(૨)

પ્રશ્ન—(૩)

અક્ષર ધામ આઘું છે અબજો જોજન

પાંખો વિનાના કેમ પહોંચશોરે ||

 

ઉત્તર--

પાંખો શ્રીજીની ‘૧આજ્ઞા ૨ઉપાસના’

એથકી અણું દૂર લાગશેરે ||

        સ્વામિનારાયણ...................(૩)

પ્રશ્ન—(૪)

 

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ

અક્ષર જાતાં સગાંઓ રોકશેરે ||

 

ઉત્તર--

સગાં સબંધીને સત્સંગ ઓળખાવશું

મહીમા સમજાતાં સુખ માણશેરે

        સ્વામિનારાયણ...................(૪)

 

કવિ વચન

મહાપુરૂષદાસજી ગુરૂના પ્રતાપેં

માવ અક્ષર સુખ માણશેરે ||

        સ્વામિનારાયણ...................(૫) 

મૂળ પદ

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મીપ્રસાદ સ્વામી - બગસરા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
7
0