બંશીમાં મુને વિઠ્ઠલે રે મોરલીમાં મુને માવે રે, કીધાં કામણ કાન ૨/૪

બંશીમાં મુને વિક્રલે રે, મોરલીમાં મુને માવે રે, કીધાં કામણ કાન;
મન કલ્પિત સર્વે ટળ્યું રે, ભૂલી હું તનનું ભાન...હો હેલી...વ૦ ટેક.
ઘર ધંધો ગમતો નથી રે, ન ગમે ભોજન પાન;
મન ભરમાણું માહરું રે, મોરલડીને તાન...હો હેલી. વં૦ ૧
એને દેખી સુખ ઉપજે રે, વણ દીઠે હેરાન;
એક પલક નવ વીસરે રે, વ્હાલો ભીને વાન...હો હેલી. વં૦ ૨
થઇ છું હું તો ઠાવકી રે, છોગામાં ગુલતાન;
બ્રહ્માનંદ નવ વીસરે રે, રાતદિવસ એનું ધ્યાન...હો હેલી. વં૦ ૩

મૂળ પદ

વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદ્રિને તીર

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી