પ્રાણતણા આધાર, હરિવર કેસરના અસવાર ૨/૪

પ્રાણતણા આધાર, હરિવર કેસરના અસવાર;
	કેસરના અસવાર કમરે, સોનેરી કટાર		...પ્રાણ૦ ૧
પાઘ સોનેરી છોગે જુત શિર, અટપટી આંટાદાર;
	નવલ કલંગી મણિ મોતીના, તોરા શોભાદાર	...પ્રાણ૦ ૨
સુંદર જરકસી અંબર ધાર્યાં, રાજે તેજ અંબાર;
	સોના કેરી લગામ કરમાં, ધારી ધર્મકુમાર		...પ્રાણ૦ ૩
ઘોડાને ઘૂમરમાં ઘેર્યો, નટવર પરમ ઉદાર;
	બીજા કરમાં છડી સોનાની, ઝળકે છે અતિ સાર	...પ્રાણ૦ ૪
હરિની કીરતિ ગાન કરે છે, ચહુ કોરે અસવાર;
	કૃષ્ણાનંદ એ શોભા ઉપર, વારી વારમવાર	...પ્રાણ૦ ૫
 

મૂળ પદ

અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર

મળતા રાગ

કાફી

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
0