મુનિતણા શણગાર, હરિ મારે તમ સંગ લાગ્યો પ્યાર ૩/૪

મુનિતણા શણગાર, હરિ મારે તમ સંગ લાગ્યો પ્યાર;
	તમ સંગ લાગ્યો પ્યાર, સમરથ મુક્તિના દાતાર	...મુનિ૦ ૧
શિર પર પાઘ સુમનનો તોરો, શોભે છે ઉદાર;
	ફૂલનો સુંદર જામો પહેર્યો, તેની ફોર અપાર	...મુનિ૦ ૨
ફૂલના કાજુ બાજુ ગજરા, પ્યારા ઉર પર હાર;
	ફૂલની સૂંથણલી નેપુર પદમાં, ધાર્યાં કરીને પ્યાર	...મુનિ૦ ૩
અંગોઅંગમાં રાજે હરિને, કુસુમતણા શણગાર;
	બાગ કુસુમનો ફૂલ્યો જાણી, ભમર કરે ગુંજાર	...મુનિ૦ ૪
ફૂલ કલંગી ફૂલના કાને, કુંડળ મકરાકાર;
	કૃષ્ણાનંદ કહે ફૂલદડો, ઉછાળે વારમવાર		...મુનિ૦ ૫
 

મૂળ પદ

અમરના સરદાર, હરિ મારા નેણતણા શણગાર

મળતા રાગ

કાફી

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0