હાંરે ઝૂલે સહજાનંદ સુહાગી રે૧/૪

૧૧૮ પદ-૧/૪ રાગ સોરઠ હિંડોલા તાલ ત્રીતાલ.

(મારા હરજીસું હેત ન કીધુરે, તેનો સંગ કેમ કરીએ. એ ઢાલ.)

હાંરે ઝુલે સહજાનંદ સુહાગી રે,

હરિવર હિંડોળે રે, ચિતડાને ચોરે. હાંરે.ટેક.

સોનેરી સુરવાલ મનોહર,

નાડી હીર કેરી રાજે રે,

જરકશી જામો પાઘ સોનેરી,

તેમા છોગું અતિ છાજે રે. હરિ. ૧

ઉર સીર પેચ કલંગી સારી,

મોતી તોરા છબી ભારી રે,

નંગ જડીત કુંડલ અતિ સોહે,

સોનેરી ઉતરી ધારી રે. હરિ. ર

રતન જડીત બાંયેં બાજુ સાર,

હેમ કડાં છબી ન્યારીરે,

કૃષ્ણાનંદ ઘનશામ છબી પર,

વાર વાર બલહારીરે. હરિ. ૩

મૂળ પદ

હાંરે ઝુલે સહજાનંદ સુહાગી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી