હાંરે ઝૂલે લલીત હિંડોલે નાથરે, ૨/૪

૧૧૯ પદ-ર/૪

હાંરે ઝુલે લલીત હિંડોલે નાથરે,

સુંદરવર પ્યારો રે ધર્મનો દુલારો રે. હાંરે.ટેક.

પીરે વર સુરવાર પહીરે, પીરો જામો અતિ શોભેરે,

શિરપર પીરી પગીયાં સુંદર,

પીરે તોરે મન લોભેરે. સું. ૧

પીરે ગુછ બાજુબંધ ગજરા,

પીરો તે ગેંદ ઉછાલેરે,

પીત સુમન કુંડલ કાનમે,

પીત ચંદન છે ભાલેરે. સું. ર

ચરનમે પીરે નુપુર સોહે,

પીરે હાર છબી સારીરે,

કૃષ્ણાનંદ સહજાનંદ હરિકી,

મૂરતિ લાગત પ્યારીરે. સું. ૩

મૂળ પદ

હાંરે ઝુલે સહજાનંદ સુહાગી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી