હાંરે ઝૂલે સ્વામિનારાયણ શામરે, ૩/૪

૧૨૦ પદ- ૩/૪

હાંરે ઝુલે સ્વામિનારાયણ શામરે,

હિંડોળે હરિ સુખકારી રે શોભા અતિ ભારી.હાંરે.ટેક.

બહુમુલી વર વસન કુસુંબી, ધાર્યા તન વનમાળીરે,

ચટક કસુંબી રંગ મનોહર, મોળીડે હદ વાળીરે. હરિ. ૧

કોટી કમલ નેન પર વારૂં,

મુખ પર કોટી ચંદરેભાલ વિશાલ તિલક છબી ભાલિ,

મોય રયાં જન વૃંદરે. હરિ. ર

અધર બિંબ સમ દંત રૂપાલા,

કંદ કલી અનુસારીરે,

કૃષ્ણાનંદના નાથને નિરખ્યા,

ધન્ય તે નરને નારીરે. હરિ. ૩

મૂળ પદ

હાંરે ઝુલે સહજાનંદ સુહાગી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી